ABOUT DIET

ભુમિકા

પ્રાથમિક શિક્ષણમાં આમુલ પરિવર્તન લાવવાની ભાવના સાથે ૧૯૮૬માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલમાં આવી. રાષ્ટ્રીય શિક્ષણનીતિ અપનાવવામાં આવી ત્યા સુધી NCERT, NIEPA અને SCERT જેવી સંસ્થાઓ દ્વારા જ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણમાં સહાય પૂરી પાડવામાં આવતી હતી. નવી શિક્ષણનીતિમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા ઉપર ખૂબ ભાર મુકવામાં આવ્યો. આથી શિક્ષણની યોજનાઓનો અમલ રાષ્ટ્રીય કક્ષાએ અને રાજયકક્ષાએથી આગળ વધી જિલ્લા, તાલુકા અને છેક છેવાડાના ગામડા સુધી વિસ્તરે તે હેતુથી ૧૯૯પમાં રાજયમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સ્થાપના કરવામાં આવી. જે તે જિલ્લામાં આવેલ સરકારી બુનિયાદી અધ્યાપન મંદિરમાંથી કોઈ એક અધ્યાપન મંદિરને પસંદ કરી તેને અપગ્રેડ કરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો દરજજો અપવામાં આવ્યો.

 દેવભુમિ દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણ ભવનની કામગીરી અગાઉ જામનગર જિલ્લાના તાલીમ ભવન હેઠળ થઇ રહી હતી. જામનગર જિલ્સલામાંથી દેવભૂમિ દ્રવારકા જિલ્કાલો અલગ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની જરૂરીયાત ઉભી થતાં ગુજરાતશ્રીના ઠરાવ ક્રમાંક................. અન્વયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શરૂઆત કરવામાં આવી. 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કામગીરી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતેની જી.વી.જે. સરકારી હાઇસ્કુલનું જુનું મકાન ગુજરાત સરકારશ્રી ઠરાવ ક્રમાંક .......................... અન્વયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દેવભૂમિ દ્વારકા માટે તબદીલ કરવામાં આવ્યું.

 હાલ, ૦૨/૦૮/૨૦૨૪ થી જામખંભાળિયાના જી.વી.જે. સરકારી હાઇસ્કુલના કેમ્પસમાં આવેલ બિલ્ડીંગમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દેવભૂમિ દ્વારકાની કામગીરી ચાલી રહી છે. 

જિલ્લામાં શિક્ષણનો વિકાસ, સાર્વત્રિકરણ, સ્થાયીકરણ તથા સતત ગુણવત્તા સુધારણા કરવાના ધ્યેયને પ્રાપ્ત કરવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની જવાબદારી વધી.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેની શાખાઓ દ્વારા શિક્ષકોના નવ સંસ્કરણનું કાર્ય ઉપાડી લઈ આ જવાબદારી નિભાવે છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો જી.સી.ઈ.આર.ટી.ના માર્ગદર્શન અનુસાર જિલ્લાની છેક છેવાડાની શાળાઓ સુધી પોતાના વૈવિધ્યસભર શૈક્ષણિક કાર્યક્રમો યોજે છે.

 જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો પ્રાથમિક શિક્ષણની ખૂબ જ મહત્વની કામગીરી કરી રહ્યાં છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના કાર્યો

  • શાળાના શિક્ષકોને (પૂર્વ સેવા અને સેવા અંતગર્ત) તાલીમ આપવાનું તથા નવસંસ્કરણ કરવાનું કાર્ય કરે છે.
  • તાલીમ ભવન પોતાનું મુખપત્ર છપાવે છે અને શિક્ષકોને પહોચાડે છે.
  • સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરાવે છે અને ક્ષોત્રીય અનુભવો પૂરા પાડે છે.
  • મોનીટરીંગ દ્વારા નિદાન કરી ઉપચાર કરે છે અને શૈક્ષણિક માર્ગદર્શન આપે છે.
  • ગ્રાસરૂટ લેવલે વંચિત, લઘુમતિ બાળકો, વિકલાંગ બાળકો, અભાવગ્રસ્ત બાળકો અને તેજસ્વી બાળકોનું ખાસ ધ્યાન રાખે છે.
  • જિલ્લાના અધ્યાપન મંદીરોના અધ્યાપકોને રિફ્રેશર તાલીમ આપી તેને નૂતન પ્રવાહોથી વાકેફ કરવામાં આવે છે. જિલ્લાના પ્રાથમિક શાળાના ધો.૧ થી ૭ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન પ્રવિધિ જાણી તે અંગે પ્રશ્નબેંક અને પરિરૂપ યોજના તૈયાર કરી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરે છે. વિદ્યાર્થીનીઓની સિદ્ઘિકક્ષાનું મૂલ્યાંકન કરવાનું કાર્ય કરે છે.
  • તાલીમ કાર્યક્રમો માટે સ્લાઈડ, સીડી રોમ, ઓડીયો -વિડીયો કેસેટસ તૈયાર કરે છે.
  • તાલીમાર્થીઓ, વ્યાખ્યાતાઓ, સીઆરસી, બીઆરસી, અધ્યાપકો અને શિક્ષકોને કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટની તાલીમ આપે છે.
  • જિલ્લાની શાળાઓને લાગતી આંકડાકીય માહિતી એકઠી કરે છે અને સંસ્થાકીય આયોજન કરે છે.
  • બાળમેળા, ટી.એલ.એમ.મેળા, વિજ્ઞાનમેળા તથા બાળ રમતોત્સવનું આયોજન કરી તેનું અમલીકરણ કરે છે.
  • વ્યાખ્યાતાઓ ક્રિયાત્મક સંશોધન અને વ્યકિત અભ્યાસ હાથ ધરે છે અને જિલ્લાના શિક્ષકો, બીઆરસી, સીઆરસી કો-ઓર્ડીનેટરને સંશોધન માટે માર્ગદર્શન આપી સંશોધન કરાવે છે.
  • ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદને સામગ્રી, વિકાસ, પરીક્ષણ અને મોનીટરીંગમાં મદદ કરે છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શાખાઓ

ડાયેટના કાર્યો માટે તેની મુખ્ય ૭ શાખાઓ કાર્ય કરે છે.

  • સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રિય આંતરક્રિયા અને નાવિન્ય સંકલન શાખા (IFIC Branch)
  • અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શાખા (CMDE Branch)
  • આયોજન વ્યવસ્થાપન શાખા (PM Branch)
  • એજયુકેશનલ ટેકનોલોજિ શાખા (ET Branch)
  • કાર્યાનુભવ શાખા (WE Branch)
  • જિલ્લા સંસાધન એકમ (DRU Branch)
  • પૂર્વ સેવાકાલીન તાલીમ શાખા (PSTE Branch)( હાલ આ શાખા ડાયેટ દેવભૂમિ દ્વારકામાં કાર્યરત નથી) 

0 Reviews:

Post a Comment